રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક વિખવાદ ફરી એકવાર ચગ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયામાં કરેલી એક વિવાદાસ્પદ પોસ્ટને કારણે શહેર કોંગ્રેસના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે સીધા જ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ 

પ્રવીણ સોરાણીએ કોંગ્રેસના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં શહેર પ્રમુખને ઉદ્દેશીને તીખા શબ્દોમાં મેસેજ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે "જો તમારામાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય, તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ." સોરાણીએ આક્ષેપ કર્યો હતો કે પ્રમુખ જ્યાં મીટિંગ બોલાવે છે ત્યાં જૂના અને પીઢ કોંગ્રેસીઓ આવવા પણ રાજી નથી. સંગઠન પર પ્રમુખની પકડ ઢીલી પડી રહી હોવાનો તેમણે દાવો કર્યો છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે પણ આકરા પ્રહાર

માત્ર પ્રમુખ જ નહીં, પરંતુ રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે પણ સોરાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પક્ષ નહીં પણ પોતાની 'ખાનગી પેઢી' સમજી રહ્યા છે. નેતાઓની મનસ્વી કાર્યપદ્ધતિને કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ હોવાનું તેમણે આડકતરી રીતે દર્શાવ્યું છે.

આ પણ વાંચો:Surat: પાલની હોટલ બેલેઝીમોમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલક સાહીલ ઉર્ફે અયાન ઝડપાયો