ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. ચૂંટણીઓમાં ભાજપના શાનદાર પ્રદર્શન અને ભવ્ય વિજય બાદ તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માં અંબાના શરણે પહોંચ્યા હતા.
દર્શન અને ધજા પૂજન
જગદીશ વિશ્વકર્માએ માં અંબાના નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે મંદિરના શિખર પર ધજા ચડાવી હતી અને ભટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં હાજર રહેલા ભક્તો અને જનતા સાથે તેમણે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી અને લોકો સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી.
વિજયનો શ્રેય માં અંબાને
મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો પર જે ભવ્ય વિજય મેળવ્યો છે, તે માં અંબાના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે." તેમણે ઉમેર્યું કે જનતાએ ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો મૂક્યો છે.
પશ્ચિમ બંગાળ અંગે આગાહી
અંબાજીની ધરતી પરથી જગદીશ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળના રાજકારણ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. તેમણે કેન્દ્રીય નેતૃત્વ અને પક્ષની રણનીતિ પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Mahisagar: બાલાસિનોર ડેપોમાંથી એસ.ટી. બસ ચોરાઈ, કઢૈયા ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં મળી આવી