મહિસાગર જિલ્લાના બાલાસિનોર એસ.ટી. ડેપોમાં એક હાસ્યાસ્પદ પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર કહી શકાય એવી ઘટના બની છે. ડેપોના વર્કશોપ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી એસ.ટી. બસની ચોરી થતા વિભાગીય કચેરી અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
વર્કશોપમાંથી બસ ગાયબ
મળતી માહિતી મુજબ, બાલાસિનોર એસ.ટી. ડેપોના વર્કશોપ ખાતે રાત્રિના સમયે એસ.ટી. બસ પાર્ક કરવામાં આવી હતી. સવારે જ્યારે સ્ટાફ ફરજ પર આવ્યો ત્યારે બસ તેના નિયત સ્થળે જોવા મળી ન હતી. પ્રાથમિક તપાસ બાદ બસ ચોરાઈ હોવાનું જણાતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને બાલાસિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી.
