કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યત્વે વહીવટી અને વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમદાવાદના જોધપુર ખાતે આવેલા દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં તેઓ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કરશે.
સવારનો કાર્યક્રમ અને વૃક્ષારોપણની સમીક્ષા
ગૃહમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વહેલી સવારે 10.15 વાગ્યે તેઓ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી વૃક્ષારોપણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરશે. પર્યાવરણની જાળવણી માટે આ પ્રોજેક્ટ તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ સંચય પર ભાર
ત્યારબાદ સવારે 11.15 કલાકે અમદાવાદના મુખ્ય માર્ગ એવા એસ.જી. હાઈવે (SG Highway) ના આધુનિકરણના કાર્યોની ચકાસણી કરવામાં આવશે. તેના તુરંત બાદ, સવારે 11.45 કલાકે જળ સંચય અંતર્ગત મહત્વપૂર્ણ ગણાતા 'તળાવોના નવીનીકરણ અને ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ' ની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાશે.
બપોરનો કાર્યક્રમ માણસા અને આરોગ્ય ક્ષેત્ર
બપોરે 12.15 કલાકે અમિત શાહ તેમના વતન અને મતવિસ્તાર એવા માણસાના વિવિધ ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ત્યાર બાદ બપોરે 1.00 વાગ્યે સરકારી હોસ્પિટલોની સજ્જતા અને આરોગ્ય વિષયક કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. પ્રવાસના પ્રથમ ચરણના અંતે બપોરે 1.45 કલાકે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય સંસ્થાઓ અંગેની મહત્વની સમીક્ષા બેઠક યોજીને જરૂરી દિશા-નિર્દેશો આપશે.
આ પણ વાંચો: Vadodara: અક્ષર ચોક પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ડિવાઇડર પર ચડી કારના કુચ્ચેકુચ્ચા ઉડ્યા