અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યાં છે. ધરતીમાં ધૃજારી આવતા લોકોમાં ભય ફેલાયો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં સાત વખત ધરતીમાં ધ્રુજારી આવી છે. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. રાતથી લઈને સવારે આઠ વાગ્યા સુધીમાં સાત જેટલા આંચકા નોંધાયા છે. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગર સિસમોલોજી વિભાગે પુષ્ટિ આપી છે.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર
અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં ભૂકંપના સાત આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. મીતીયાળા પંથકમાં ભાડ, નાનુંડી, ધજડી, સાકરપુરા અને વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.સવારે 4.15 મિનિટે 1.8 તીવ્રતા, સવારે 4.16 મીનીટે 2.3ની તીવ્રતા, સવારે 4.24 કલાકે 1.0ની તીવ્રતા, સવારે 4.57 મીનીટે 1.4ની તીવ્રતા, સવારે 7 કલાકે 2.2ની તીવ્રતા, સવારે 7.15 મિનિટે 3.58ની તીવ્રતા અને સવારે 7.51 મિનિટ 1.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ Rajkot News : નકલી પનીર પીરસતી હોટલો સામે તંત્ર લાલઘૂમ, બે દિવસમાં 44 પેઢીઓને નોટિસ
