અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથો ઝડપાયો છે, ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફીસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવતી હતી, મહત્વની વાત તો એ છે કે, આ નકલી દૂધ બજારમાં વેચવામાં આવતું હતુ.

અમરેલીમાં નકલી દૂધ ઝડપાયું

શંકાસ્પદ બનાવટી દૂધ 220 લિટર,દૂધ બનાવવાનો પાઉડર 214 કિલો, દૂધ બનાવવા માટેનું વનસ્પતિ તેલ 43.4 કિલો મળી આવ્યું છે, ફૂડ વિભાગ દ્વારા તમામ વસ્તુઓના નમૂના FSLમાં મોકલાયા છે અને રીપોર્ટની રાહ જોવાઈ રહી છે, તો પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી છે. રીપોર્ટના આધારે પોલીસ ગુનો નોંધશે, આ કાળાકારોબારમાં કેટલા લોકો ઝડપાયા છે તેની માહિતી સામે આવી છે, મકાન બંધ હતુ તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા FSLમાં મોકલાયા

રાત્રે દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ખાંભા પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે, સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, જિલ્લામાં સૌથી મોટો દૂધ બનાવવા માટેનો કાળોકારબાર ખાંભા ગીરના ગામડામાં પણ ચાલી રહ્યો છે, અગાઉ ખાંભાના ગામડામાં ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે, મોટાભાગે ગામડામા દૂધનો વ્યસાય ફૂડ વિભાગ તપાસ કરે તો સૌથી મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ રહેલી છે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં હોટલોમાં LPG ગેસને લઈ પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ