જે અન્વયે, સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગના નિર્દેશ હેઠળ ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવાનો અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.
ગેસના બાટલાની કાળા બજારી નહી કરી શકાય
તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જે હોટલોમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
