અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
અમરેલી જિલ્લામાં ખેતીના પાકને નુકસાન
બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે.
માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે.
માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો