અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ગઈકાલે મોડી રાત્રે 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોટા સમઢીયાળા, અનિડા અને કોટડા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ગઈકાલે રાત બાદ આજે બપોરે ફરીવાર ભૂકંપ આવ્યો હતો. બપોરે 2.19 વાગ્યે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી.


ખાંભા ગીરમાં સતત બીજી વખત ભૂકંપના આંચકા

અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ગઈકાલે મોડી રાત્રે 1.44 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત ગામમાં મોડી રાત્રે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. 1.9ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ આજે બપોરે ફરીવાર 2.19 વાગ્યે 2.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સમઢિયાળાથી 38 કિ.મી દૂર નોંધાયું હતું. સતત બીજી વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

સતત બે દિવસ તાલાલામાં ભૂકંપ આવ્યો હતો

ગત નવેમ્બર મહિનાની 19 અને 20 તારીખે ગુજરાતમાં તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 19 તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 2.7ની નોંધાઇ હતી. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિ.મી દૂર નોંધાયું હતું. જ્યારે 20 તારીખે તાલાલામાં અડધા કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં. 2:29 અને 2:53 કલાકે આંચકો આવ્યો હતો.


આ પણ વાંચોઃ Amreli News : ગઈકાલે મોડી રાત્રે ખાંભા ગીરના ગામડાઓમાં ધરતી ધૃજી હતી, 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો


  • Follow us on: