અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ગઈકાલે મોડી રાત્રે 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોટા સમઢીયાળા, અનિડા અને કોટડા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો.ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.
1.9ની તિવ્રતાનો આંચકો આવ્યો
અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ગઈકાલે મોડી રાત્રે 1.44 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત ગામમાં મોડી રાત્રે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. 1.9ની તિવ્રતાનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટી કરાઈ હતી.
