અમરેલીના ખાંભાના ગીદરડી ગામે ખેડૂત પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ છે, ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી (ઉં.વ.૩૪) વાડીમા પાણી વળતા હતા અને અચાનક સિંહણે હુમલો કર્યો હતો. ગીદરડી ગામમાં છેલ્લા એક મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ભય હતો અને ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા હતા અને મોડી રાત્રે સિંહણ પાંજરે પુરાઈ હતી.
અચાનક જ સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હતો
ખાંભાના ગીદરડી ગામના ખેડૂત મુકેશ લખુભાઇ સોલંકી વાડીમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક જ સિંહણે તેમની પર હુમલો કર્યો હતો જેથી તેમને કમર અને પીઠના ભાગે ઇજા થઇ હતી, સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ઘટનાને કારણે ફફડાટ ફેલાઇ ગયો છે. જાણવામાં આવ્યું છે કે ગીદરડી ગામમાં છેલ્લા એક મહિનામાં સિંહનો આ બીજો માનવ હુમલો છે અને તેથી લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો હતો.
