અમરેલીના સાવરકૂંડલા ગામમાં રહેતા યુવકને લાલચ આપીને તેની સાથે ઠગાઈ કરનાર નાઈઝિરિયન મહિલાને કોર્ટે સજા ફટકારી છે. આ મહિલાને કોર્ટે સાત વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આ ચુકાદાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોર્ટનો ચુકાદો ડિજિટલ માધ્યમો દ્વારા ઠગાઈ કરનારાઓ માટે સ્પષ્ટ સંદેશ છે. સાયબર ગુના સામે ગુજરાતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય છે.


અમરેલી સાયબર ક્રાઈમ ટીમ, તપાસ અધિકારીને અભિનંદન

અમરેલીના સાવરકુંડલામાં એક યુવકને વિશ્વાસમાં લઈને નાઈઝિરિયન મહિલાએ તેને મોટી રકમની ગિફ્ટ આપવાની લાલચ આપી હતી. આ ગિફ્ટ છોડાવવા માટે ચાર્જના નામે 14.09 લાખનો ફ્રોડ કરનારી આ મહિલાને સાત વર્ષ બાદ અમરેલી કોર્ટે સાત વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. સાયબર ફ્રોડ કેસમાં ગુજરાતમાં પ્રથમ ચુકાદો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ચુકાદાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોર્ટનો ચુકાદો ડિજિટલ માધ્યમો દ્વારા ઠગાઈ કરનારાઓ માટે સ્પષ્ટ સંદેશ છે. સાયબર ગુના સામે ગુજરાતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય છે. અમરેલી સાયબર ક્રાઈમ ટીમ, તપાસ અધિકારીને અભિનંદન પાઠવ્યા હતાં.


આ પણ વાંચોઃ Vadodara : સયાજીગંજમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જરને લૂંટનાર 3 આરોપી ઝડપી લેવાયા