વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે એક પેસેન્જર પર લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.


જુના વીટકોસ બસ સ્ટેશન પાસે લૂંટ કરી હતી

મામલા મુજબ, રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે જુના વીટકોસ બસ સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ પાસે એક પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડીને એક મહિલા અને બે પુરુષે ધમકી આપી રૂ. 16,050ની રોકડ તેમજ દસ્તાવેજો અને બેંક કાર્ડ સહિતની સામગ્રી લૂંટી લીધી હતી.

એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે ત્રણ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલ ઓટોરિક્ષાને ઝડપી લીધી

સયાજીગંજ પોલીસની ટીમે તરત જ તપાસ શરૂ કરી. સર્વેલન્સ અને ટેકનિકલ માધ્યમોથી તપાસ બાદ 23 જાન્યુઆરીના રોજ MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે ત્રણ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલ ઓટોરિક્ષાને ઝડપી લીધી હતી. પોલીસે રાહુલ ઉર્ફે પલ્લો પ્રવિણસિંહ રાઠોડ, અંબિકાનગર, ગૌતમ હીરાભાઈ પરમાર, ગોત્રી રોડ, કવિતા ઉર્ફે કવુ વીમલેશ દત્તુરામ કાળે, સયાજીગંજ ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહીત ભુતકાળ

પોલીસે જણાવ્યું કે પકડાયેલા રાહુલ વિરુદ્ધ અગાઉ ગોત્રી, સયાજીગંજ અને જરોદ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે કવિતા વિરુદ્ધ પણ અગાઉ ગુનો નોંધાયો છે. પોલીસે તેમની પાસેથી રિક્ષા, રોકડા 5,170 તથા મોબાઇલ ફોન અને પીડિતના દસ્તાવેજો અને ATM કાર્ડ મળી કુલ 78,970 રુપિયાનો મુદ્દામાલ છે. પોલીસ આરોપીઓના અન્ય કાંડોની તપાસ પણ કરી રહી છે અને શહેરમાં સુરક્ષા વધારવાના પગલાં હાથ ધર્યા છે..


આ પણ વાંચો-----     Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા

  • Follow us on: