જામનગરમાં પંચેશ્વર ટાવર વંડા ફળી નજીક વસંત પંચમી જેવા પવિત્ર તહેવારના દિવસે ધોળે દહાડે એક યુવાનની હત્યા નીપજાવાતાં ભારે ચકચાર જાગી છે. જે હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું અને મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ છરી ના ઘા જીકી દઇ હત્યા નીપજાવ્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે હુમલો

 આ હિચકારા હત્યા ના બનાવની વિગત એવીછે કે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય અશોકભાઈ કુંડલીયા નામના વાણિક યુવાન પર વસંત પંચમીના દિવસે સવારના 10;30 વાગ્યાના અરસામાં ત્રણે જેટલા શખ્સો ઘરે પહોંચી ગયા હતા. અને નિલય કુંડલીયા પર આરોપીઓ બેરહેમીથી છરી વડે તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો.

પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી

છરીના ઉપરાછાપરી ઘાને લઈ યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. માત્ર ઘર જ નહીં લિફ્ટ અને રેસિડેન્સીનો બહારના રસ્તા સુધી લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્નીએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં પોતે પણ સંપૂર્ણપણે લોહીથી ખરડાઈ હતી આ વેળાએ ઘરમાં હાજર રહેલી તેની પત્ની અને પરિવારજનોએ ભારે ચિસાચીસ કરી મૂકી હતી, અને તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા.

બનાવ હત્યામાં પલટાયો

દેકરો થયા બાદ પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ આ બનાવ અંગે 108 ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને લોહી નીતરતી હાલતમાં વણિક યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બનાવ હત્યામાં પલટાયો હતો.

પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ

આ ઘટનાની જાણ થવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. અને તેઓનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા નીપજવાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા હોવાનું અને આ હીંચકારો હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

પ્રેમલગ્ન મામલે યુવતીના ભાઇ સહિતના 3 શખ્સોએ હુમલો કર્યો

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે આ હત્યાના વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવાને થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કરી લીધા જે પ્રેમિકાના પરિવારને પસંદ નહિ પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા બાદ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમારા એપાર્ટમેન્ટમાં અમે આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી

હત્યાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે મામલે આદિનાથ રેસિડેન્સીમાં જ રહેતા પાડોશી એ વિગતો વર્ણવતા જણાવ્યું હતું કે નિલયભાઈ અમારા એપાર્ટમેન્ટ માં છેલ્લા 4 થી 5 વર્ષથી રહેતા હતા. તે ઉધોગનગરમાં નોકરી કરતા હતા. આજે અમે લગ્ન પ્રસંગમાં હતા. હત્યાની જાણ થતાં અમે તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. આવીને જોયું તો ઘર અડધું લોહીથી લથબથ હતું. અમારા એપાર્ટમેન્ટમાં અમે આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી.. 


આ પણ વાંચો-----     Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ