અમરેલી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા બચી હતી. જે કારણે લોકો અને એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલી એરપોર્ટ પર આવેલા ટ્રેનિંગ સેન્ટર પર એક પ્લેન રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જે કારણે દોડધામ મચી જવા પામી હતી. જોકે, એરપોર્ટ પર મોટી દુર્ઘનટા ટળી હતી. આ અગાઉ પણ અમરેલી એરપોર્ટમાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાયલોટનું મોત થયું હતું.




એક પ્લેન અગમ્ય કારણોસર રન-વે પરથી ઉતરી ગયું

અમરેલીના એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. આ સેન્ટર પર એક પ્લેન અગમ્ય કારણોસર રન-વે પરથી ઉતરી ગયું હતું. જે કારણે એરપોર્ટ સ્ટાફ રન-વે પર દોડી આવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, અમરેલી એરપોર્ટ પર આ પહેલા પણ એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલોટનું મોત થયું હતું. હવે લોકોમાં આ બાબતે ફફડાટ ફેલાયો છે. રન-વે પરથી પ્લેન ઉતરી જવાની બીજી ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Gujarat News: ગુજરાતે સ્વદેશી અભિયાનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી, છેલ્લા ત્રણ વર્ષમાં 1700 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું



  • Follow us on: