રાજુલા સહકારી નાગરિક બેન્કની 15 ડિરેક્ટર બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજુલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બેન્કના નવા સંચાલક મંડળની પસંદગી માટે 28 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં સૌથી મોટો અને રસપ્રદ વળાંક એ આવ્યો છે કે આ વખતે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહકારી બેન્કની ચૂંટણી માટે સત્તાવાર રીતે મેન્ડેટ (ટિકિટ) આપશે.


રાજકીય માહોલ જામ્યો

સહકારી ક્ષેત્રમાં પક્ષીય માળખાનો આ ખુલ્લો પ્રવેશ રાજકીય નિરીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે નિરીક્ષકો દ્વારા દાવેદારોની ખાનગીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બેન્કના ડિરેક્ટર બનવા માટે અંદાજે 30 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને ભાજપના મેન્ડેટ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. 28 ડિસેમ્બરની ચૂંટણી સહકારી બેન્કના ભવિષ્યની સાથે રાજુલાના સ્થાનિક રાજકારણની દિશા પણ નક્કી કરશે.

આ પણ વાંચો : Surat News : માત્ર રૂ. 8,000ના બિલ માટે માથાભારે યુવકની ગુંડાગીરી, વેસુમાં કાફે માલિક જસ્મિનનું અપહરણ કરી માર માર્યો

  • Follow us on: