ધારી પોલીસ સ્ટેશન હેઠળના ચલાલા વિસ્તારમાં પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડ્યા બાદ તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીને ચોરીના સ્થળો પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ધારી, બગસરા અને ચલાલા વિસ્તારમાં થયેલી ચોરીઓમાં સંડોવાયેલા આ તસ્કરનું નામ વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણા છે.
તસ્કર વિજય ઉર્ફે કાદર હીંમત મકવાણાનું કરાયું રિકન્સ્ટ્રકશન
ચલાલા પોલીસે ચોરી કરેલા સ્થળોની મુલાકાત કરાવી અને આરોપી પાસે ગુનાનું નિદર્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવતા અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીનો હેતુ ચોરી કરનાર તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને લોકોમાં સુરક્ષાની ભાવના વધારવાનો છે.













