અમરેલી જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) માં એક શંકાસ્પદ કોંગો ફીવર (Congo Fever)નો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઈ છે. 18 વર્ષના એક યુવકને તાવ અને ઊલ્ટી જેવા કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


પુણે લેબમાં સેમ્પલ મોકલાયા

યુવકની ગંભીર સ્થિતિને જોતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યુવકના બ્લડ સેમ્પલ લઈને કોંગો ફીવરની પુષ્ટિ માટે પુણે (Pune) સ્થિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. શંકાસ્પદ કેસ મળ્યા બાદ તંત્રએ યુવકના સંપર્કમાં આવેલા 14 જેટલા લોકોની તપાસ કરી હતી. સદભાગ્યે, અન્ય કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા ન મળતાં વહીવટી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Bharuch માં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, તપાસના નામે 75 હજારની માંગી લાંચ, મામલતદાર કચેરી બની લાંચનું સ્થળ 

  • Follow us on: