ગુજરાતમાં છેલ્લા થોડાક વર્ષોથી જંગલી પ્રાણીઓ માનવ વસતિની નજીક આવી જતા અથડામણ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે..સૌરાષ્ટ્રમાં 4 દિવસમાં 3 બાળકોને જંગલી પ્રાણીઓએ ફાડી ખાધા હોવાના બનાવો બન્યા છે જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.


અમરેલીમાં 4 દિવસમાં વન્ય પ્રાણીના માનવ વસતીમાં હુમલાના સતત 3 બનાવ બન્યા

સિંહ, દીપડો, રીંછ તેમજ નીલગાય જેવા વન્ય પ્રાણીઓ માનવ વિસ્તારોમાં ઘૂસવાના બનાવો સતત વધી રહ્યા છે. અમરેલીમાં 4 દિવસમાં વન્ય પ્રાણીના માનવ વસતીમાં હુમલાના સતત 3 બનાવ બન્યા છે જેમાં 2 બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવા માનવભક્ષી પ્રાણીઓને પાંજરે પુરવા માટે વન વિભાગે પાંજરા મુક્યા છે.

જંગલી પ્રાણીઓ માનવ વસતિની નજીક આવી રહ્યા હોવાના બનાવો

ગુજરાતના અનેક વિસ્તારો ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં જંગલી પ્રાણીઓ માનવ વસતિની નજીક આવી રહ્યા હોવાના બનાવોમાં વધારો નોંધાયો છે.

 માનવ–વન્યપ્રાણી અથડામણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો

વનવિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા બે–ત્રણ વર્ષમાં માનવ–વન્યપ્રાણી અથડામણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશેષજ્ઞોના મતે પ્રમુખ સતત વસ્તી વધારાને લઈને જંગલોના વિસ્તારોમાં ઘટાડો, જળના સ્રોતોમાં કમી તેમજ હવામાન ફેરફારને કારણે તેમના નેચરલ હેબિટેટમાં પરિવર્તન થવાના કારણે વન્ય પ્રાણીઓ માનવ વસતી તરફ વળ્યા છે. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓ માણસ પર હુમલો કરતા નથી, પરંતુ ડર, ભુખ અથવા ઉશ્કેરાટ થવાથી તે મનુષ્ય તરફ આક્રમક વર્તન દાખવે છે.

વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું

જંગલ વિસ્તારની નજીક એકલા ન જવું, ખાસ કરીને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી, ખેતરોમાં સોલર લાઇટ અથવા નોઈસ ડિવાઈસ લગાવવું, પ્રાણી દેખાય ત્યારે મોબાઈલથી વીડિયો બનાવવાને બદલે સુરક્ષિત સ્થાને ખસવું, જંગલી પ્રાણીઓ દેખાય તો તેની પજવણી ન કરવી, ઘરની આસપાસ ખોરાક, કચરો અથવા દાણા ન પડવા દેવા જેથી પ્રાણી આકર્ષાય નહીં, બાળકોને જંગલની બાજુમાં રમવા ન મોકલવા,

લોકજાગૃતિના પ્રયાસોથી આ અથડામણને ઓછું કરી શકાય

જંગલ અને માનવ બંને પોતપોતાની જગ્યા પર સલામત રહે તે માટે જાગરૂકતા, વ્યવસ્થા અને સમજ જરૂરી છે.વનવિભાગ અને લોકજાગૃતિના પ્રયાસોથી આ અથડામણને ઓછું કરી શકાય છે.


આ પણ વાંચો----  Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: