સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નં. 67/બી પર રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રીજની કામગીરી જ્યાં સુધી પ્રગતિ હેઠળ હોઈ, ત્યાં સુધી રેલવે ફાટક નં. 67/બી પરથી પસાર થતા વાહનો માટે અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.


સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે

જાહેર હિત અને વ્યાજબી કારણોને ધ્યાને રાખીને આ જાહેર નામાની અમલવારીની મુદત તા.૨૨- ૧- ૨૦૨૬ લંબાવવામાં આવી છે. વૈકલ્પિક રૂટ-૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.

સૂચિત બ્રીજની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવું પડશે

વૈકલ્પિક રૂટ-૨ અનુસાર સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.વૈકલ્પીક રૂટ-૩ મુજબ સાવરકુંડલા શહરેમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસ માંથી પસાર થવાનું રહેશે.આ જાહેરનામું તા.૨૨-૧-૨૦૨૬ સુધી અમલી રહેશે.


આ પણ વાંચોઃ Gujarat News : ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો


  • Follow us on: