રાજ્યમાં એસટી બસ સાથે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે અમરેલીમાં એક એસટી બસને અકસ્માત નડ્યો છે. જ્યાં એક બેફામ ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારી હતી. જોકે એસટી બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.


ટ્રકે ST બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલીમાં જેતપુર-વડિયા-બગદાણા બસને અકસ્માત નડ્યો હતો. અમરેલીના આંબેડકરનગરની ગોળાઇમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ST બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં મુસાફરોનો આબાચ બચાવ થયો છે. પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે એસટી બસને ડ્રાઈવર સાઈડમાં ટક્કર મારી હતી.

 એસટી બસમાં 7 મુસાફરો સવાર હતા

આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં પુલની પાળી પણ તૂટી ગઈ હતી. એસટી બસમાં 7 મુસાફરો સવાર હતા, જેમને કોઈ ઈજા પહોંચી નથી. બેફામ ચાલી રહેલા ટ્રકો પર લગામ લગાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: TRB ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ શરૂ, 650 TRB માનદ સેવકોની ભરતી માટે 800 મીટરની દોડ


  • Follow us on: