ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા એક હેડ કોન્સ્ટેબલ (Head Constable)ને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાએ એક કેસની તપાસના કામે ફરિયાદીને હેરાન ન કરવાના બદલામાં રૂપિયા 75,000ની લાંચની માગણી કરી હતી.
ભરૂચમાં ભ્રષ્ટાચાર
ACB એ છટકું ગોઠવીને આરોપી નારણ વસાવાને મામલતદાર કચેરીમાંથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સરકારી કર્મચારી દ્વારા તપાસના નામે જ લાંચ માગવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ACBએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.













