ભરૂચ જિલ્લામાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હવા ઝેરી બન્યા બાદ હવે પાણી પણ ઝેરી બન્યું હોય તેવી ઘટના સામે આવી છે. ભરૂચની ઝઘડિયા GIDCની એક પાણીની પાઈપલાઈનમાંથી ફીણ નીકળ્યા હતા. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો છે. સ્થાનિક લોકો દ્વારા NCTLની લાઇનમાં ભંગાણ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.


 GIDC એસોસિએશને શું કહ્યું?

ભરુચની ઝઘડિયા GIDCમાં પાણીની લાઈનમાંથી ફીણ નીકળતો હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઝઘડિયા GIDC નજીકના વિસ્તારમાં ફીણ સહિતનું પ્રદુષિત પાણી ફેલાયું છે. સ્થાનિક લોકો દ્વારા NCTLની લાઇનમાં ભંગાણ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે, પાઇપલાઇનમાં ભંગાણ થતા પ્રદૂષિત પાણી ફેલાયું છે. જ્યારે આ મામલે GIDC એસોસિએશને જણાવ્યું છે કે, NCTLની લાઇનમાં કોઇ ભંગાણ નથી. પ્રદુષણની પાઇપલાઇનના વાલ્વમાં પ્રેશર ના કારણે ફીણ બહાર આવ્યું છે.


આ પણ વાંચો - Vadodara News: અકસ્માત ઝોન બન્યો સમા વિસ્તાર, એક જ દિવસમાં ત્રણ અકસ્માત


  • Follow us on: