ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન્સ ગૃપ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર પાડી, ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાંથી ગંજી પત્તા વડે જુગાર રમતા કેટલાક શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના આ નેટવર્કને તોડી પાડી એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.


ક્રિકેટના મેદાનમાં જુગારનો ખેલ

બોરભાઠા બેટ ગામ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કેટલાક ઇસમો દ્વારા નિયમિતપણે હારજીતનો જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત રેડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમી રહેલા તમામ પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારમાં ઉપયોગમાં લેવાયેલા પત્તા-પાના સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

51550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કૂલ રૂપિયા 51550ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં જુગારની રોકડ રકમનો પણ સમાવેશ થાય છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી આ જુગારના મૂળ સ્રોત અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગેની માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરી છે.


આ પણ વાંચો - Amreli News: અમરેલી -સાવરકુંડલાથી કતલખાને પશુ લઈ બે લોકોને જતા ગૌરક્ષકોએ પકડી પોલીસને સોંપ્યા


  • Follow us on: