સુરત શહેરના વેસુ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર રૂ. 8,000 ના બાકી બિલની ઉઘરાણીને લઈને એક કાફે સંચાલકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. કાફે સંચાલક જસ્મિનનું ઘણા સમયથી ગ્રાહક વિવેક જૈન પાસે રૂ. 8,000નું બિલ બાકી હતું. જસ્મિને વિવેકને ફોન પર નમ્રતાથી બિલ ચૂકવવા માટે વિનંતી કરી હતી. આ વાતથી વિવેક ગુસ્સે ભરાયો હતો અને તેણે તેના મિત્ર સાથે મળીને બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું.


સુરત પોલીસ એક્શનમાં

વિવેક જૈન અને તેના સાથીએ જસ્મિનનું અપહરણ કર્યું હતું અને તેને બળજબરીપૂર્વક કારમાં કે અન્ય સ્થળે લઈ જઈને જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ જસ્મિનને માર મારતા સમયના વીડિયો રેકોર્ડિંગ પણ કર્યા હતા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. આ ઘટના બાદ જસ્મિને વેસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસે અપહરણ, મારપીટ અને ધમકી આપવાના આ ગંભીર કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuch News : જંબુસરમાં ગમખ્વાર બોટ દુર્ઘટના, 40 લોકો સવાર, એકનું મોત, યુવક ગુમ

  • Follow us on: