ઔદ્યોગિક નગરી સુરતમાં વિકાસની ગતિની સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારી ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. નજીકના અરેઠ તાલુકાની કરંજ GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરતા કામદારોના બે જૂથો વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ખુલ્લેઆમ છૂટા હાથની મારામારી થઈ હતી.


વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્થળ પર હાજર અન્ય લોકોના ટોળા સામે જ બેફામ રીતે થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કામદારો કાયદાનો ડર વગર જાણે જાહેર જગ્યાને 'જંગનું મેદાન' સમજી બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની મહિતી મળતા જ માંડવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મારામારીમાં સંડોવાયેલા પાંચ યુવકોની અટકાયત કરી છે.

બંને જૂથના યુવકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે મારામારી કરનારા બંને જૂથના યુવકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. શિક્ષિત ગણાતા ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે હિંસક ઘટના બનવી એ ગંભીર બાબત છે, અને પોલીસ હવે આ મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.



આ પણ વાંચો- Lion Viral Video: જૂનાગઢમાં બાળ સિંહ અને સિંહણનો વિડિયો વાયરલ, જોઈને સુધરી જશે દિવસ




  • Follow us on: