ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામે ગઈકાલે બોટ પલટી જવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક હજી પણ ગુમ છે, જેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા જોરશોરથી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, દરિયાઈ ખાડીમાં ભરતી આવવાના કારણે આ બોટ પલટી મારી ગઈ હતી.


40 મુસાફરો ભરેલી બોટ પલટી

આ નાવડીમાં આશરે 40 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી મોટાભાગના કામદાર વર્ગના હતા. સદભાગ્યે, બોટમાં સવાર અન્ય લોકો હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે બોટમાં સવાર કોઈ પણ કામદારે સેફ્ટી જેકેટ પહેર્યા નહોતા. સુરક્ષા નિયમોની આ ગંભીર અવગણનાના કારણે એક જીવ ગુમાવ્યો છે અને અન્ય એક યુવકનો પત્તો નથી. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ગુમ યુવકને શોધવા માટેની કામગીરીમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : Bhavnagar ત્રિપલ અકસ્માતમાં નવો વળાંક, આરોપી શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ માટે વિચારવાનો સમય માંગ્યો



  • Follow us on: