સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક અમલ કરાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખાએ વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું, જેમાં નિયમભંગ કરનારા વાહનચાલકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તારીખ 28-11-2025 થી 05-12-2025 દરમિયાન હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત, ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


મુખ્ય નિયમભંગ અને દંડની કાર્યવાહી

આ ડ્રાઇવ દરમિયાન મુખ્યત્વે રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો, હેલ્મેટ વગર વાહન ચલાવતા ડ્રાઇવરો, ઓવર સ્પીડીંગ વાહન ચલાવતા લોકો, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારા વાહનચાલકો અને અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કેસમાં વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખાએ સ્થળદંડ તેમજ ઈ-ચલણના માધ્યમથી કાર્યવાહી કરીને કુલ 2,958 કેસ નોંધ્યા હતા.


આ પણ વાંચો - Kutch News: કચ્છ પોલીસનો સપાટો, રાપરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્ચો



  • Follow us on: