સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પાલનપુર અને અમરેલીમાં પણ આવી જ ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. પાલનપુરની પાસપોર્ટ ઓફિસ અને અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાલનપુર પાસપોર્ટ ઓફિસ નિશાન પર
પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. અગાઉ પણ બે વખત કલેક્ટર કચેરીને આવી ધમકીઓ મળી ચૂકી છે, ત્યારે આજે ફરી ધમકી મળતા કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ તેમજ અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
