અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરતા સસ્તા અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના કેવડાપરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી અનધિકૃત રીતે રાખવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે.
સાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ
સાવરકુંડલા પુરવઠા વિભાગની આ રેડ દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાના કટ્ટા મળી આવ્યા હતા. વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, 2 વજનકાંટા સહિત અંદાજે ₹1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે.










