અમરેલી જિલ્લાના વડિયા પંથકની જીવાદોરી સમાન સુરવો ડેમને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના દરવાજામાં લાંબા સમયથી જરૂરી એવા સમારકામ (રીપેરીંગ) ની કામગીરી હાથ ધરવા માટે ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
સમારકામ માટે ડેમ ખાલી કરાશે
મળતી માહિતી મુજબ, સુરવો ડેમના દરવાજામાં ખામી હોવાથી તેને રીપેર કરવા અનિવાર્ય બન્યા છે. આ સમારકામ માટે ડેમની જળ સપાટી ઘટાડવી જરૂરી હોવાથી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાનું નક્કી કરાયું છે. હાલ ડેમમાં પાણીની સપાટી 8 ફૂટ પર પહોંચી છે. ડેમમાં સંગ્રહિત કુલ 55 MCFT પાણી તબક્કાવાર નદીમાં છોડવામાં આવશે.
