ગાંધીનગર શહેરમાં આઈપીએલ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર ગરમાયું છે, ત્યારે ગાંધીનગર એલ.સી.બી.-1 (LCB-1) ની ટીમે બાતમીના આધારે ઓનલાઇન સટ્ટાબાજી કરતા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટનગરના આઈટી હબ ગણાતા ઇન્ફોસિટી વિસ્તારમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

આઈપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટાબાજી

મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલ.સી.બી.-1 ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટીસીએસ (TCS) કંપની નજીકના માર્ગ પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા ચાલુ આઈપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટાબાજીની પ્રવૃત્તિ કરી રહ્યો હતો.

કુલ ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 15,000 રોકડા.15,000ની કિંમતનો એક એન્ડ્રોઇડ ફોન. સટ્ટાબાજી માટે વપરાતી ₹5,00,000ની કિંમતની એક ફોર વ્હીલ કાર.આમ, પોલીસે કુલ ₹5,30,000નો મુદ્દામાલ કબજે લઈને આરોપીને જેલહવાલે કર્યો છે.

આ પણ વાંંચો:Gandhinagar: સેક્ટર 5-13 ચોકડી પાસે મુખ્ય પાણીની લાઈન ફાટતા જળબંબાકાર, લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહ્યું