ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક કાંધલી કૃપા હોટલ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે રોડ પર જઈ રહેલા યુવાનને જોરદાર ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


ભાવનગર-સોમનાથ હાઇવે પર હિટ એન્ડ રન 

મળતી માહિતી મુજબ, મૃતક યુવાનની ઓળખ કમલેશભાઈ ભાણાભાઈ ગુજરીયા (ઉંમર વર્ષ ૩૫) તરીકે થઈ છે, જે રાજુલા તાલુકાના વિક્ટર ગામના વતની હતા. કમલેશભાઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માત બાદ વાહન ચાલક ફરાર

અકસ્માતની જાણ થતા તાત્કાલિક ધોરણે 112 અને 108ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ લઈ પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. 

આ પણ વાંચો: Vadodara: ઇન્સ્ટા આઈડી બનાવી ઈ-સિગારેટની ડિલિવરી આપનાર શખ્સ જેલભેગો, 79 નંગ સિગારેટ જપ્ત

  • Follow us on: