સંસ્કારી નગરી વડોદરામાં પ્રતિબંધિત નશાકારક ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી ઓનલાઇન પ્લેટફોર્મ પર ઈ-સિગારેટ વેચતા એક શખ્સની ધરપકડ કરી છે.


ઇન્સ્ટાગ્રામ મારફતે ચાલતું હતું નેટવર્ક

ઝડપાયેલો આરોપી ફૈઝલ શેખ અત્યંત ચાલાકીથી ઇન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કરીને ગ્રાહકો શોધતો હતો. સોશિયલ મીડિયા પર ઈ-સિગારેટના ફોટા અને વિગતો મૂકી તે યુવાનોને આ નશાના રવાડે ચઢાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આરોપી પાસેથી કુલ 79 નંગ ઈ-સિગારેટ કબજે

ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી આરોપી પાસેથી કુલ 79 નંગ ઈ-સિગારેટ કબજે કરી છે. આ જપ્ત કરાયેલ ઈ-સિગારેટની બજાર કિંમત આશરે ₹1,80,000 (એક લાખ એંસી હજાર) જેટલી થવા જાય છે. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસની ચેતવણી

ભારત સરકાર દ્વારા ઈ-સિગારેટના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ફૈઝલ શેખ આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેના સંપર્કમાં અન્ય કયા બુટલેગરો કે ગ્રાહકો હતા.

આ પણ વાંચો: Tharad: અપહરણકર્તાને જેલ અને ખોટા નામો આપનાર ફરિયાદીને 3 લાખનો ફટકાર, કોર્ટમાં સન્નાટો

  • Follow us on: