ગીરની સરહદે આવેલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં વનરાજોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મોડી રાત્રે શિકારની શોધમાં બે સિંહો ગામની ભરચક બજારમાં ઘૂસી આવ્યા હતા. સિંહના પંજામાંથી પોતાના વાછરડાને બચાવવા માટે એક ગાય સિંહ સામે થઈ હતી, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.


[[$googlead]]

બજારમાં જામી ગાય અને સિંહની લડાઈ

સરોવડા ગામની બજારમાં મોડી રાત્રે જ્યારે ગામ આખું નિંદ્રામાં હતું, ત્યારે સિંહોએ દસ્તક દીધી હતી. શિકારની શોધમાં આવેલા સિંહોએ એક વાછરડાનો શિકાર કરવા દોડ લગાવી હતી. સિંહે વાછરડા પાછળ દોટ લગાવી ત્યારે તેને બચાવવા માટે ગાય માતા પણ સિંહની પાછળ દોડી હતી. સિંહ અને ગાયની આ દોડધામથી ગામની બજાર ગુંજી ઉઠી હતી. જોકે, આખરે સિંહે વાછરડાને પોતાના મજબૂત જડબામાં દબાવી દીધું હતું.

શિકાર કરીને પશુને ગામની બહાર લઈ ગયા

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહે વાછરડાનો શિકાર કર્યા બાદ તેને મોઢામાં પકડીને આરામથી ગામની બહાર લઈ ગયો હતો. ગામની બજારમાં જ સિંહના આંટાફેરા અને શિકારની આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લોકો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

[[$alsoread]]




સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સિંહના શિકાર અને પશુઓની દોડધામના આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી છે, અને રાત્રિના સમયે સિંહોના વસવાટને રોકવા અથવા યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.


આ પણ વાંચો - Amreliમાં ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું નિષ્ફળ: રેલવે ટ્રેક પર મુકાયા પથ્થરો અને લોખંડના પોલ


  • Follow us on: