રાજુલા તાલુકામાંથી પસાર થતા અમરેલી-ભાવનગર હાઇવે પર આજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. રાજુલાના છતડીયા ગામ નજીક આવેલા બ્રિજ પર ડીઝલ ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
છતડીયા બ્રિજ પર ટેન્કર સળગ્યું

મળતી માહિતી મુજબ, ડીઝલ ભરીને જઈ રહેલું ટેન્કર જ્યારે છતડીયા ગામના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલનશીલ ડીઝલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં આખું ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું. હાઇવે પર લાગેલી આ આગને કારણે દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
હાઇવે પર ટ્રાફિક જામ અને સુરક્ષા
ડીઝલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. સલામતીના કારણોસર પોલીસે અમરેલી-ભાવનગર હાઇવેની બંને સાઈડનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકોને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપવામાં આવી છે.