સૌરાષ્ટ્રના ગીર પંથકમાં એશિયાટિક લાયન્સનો વસવાટ હવે માત્ર જંગલ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તેઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુક્તપણે વિહાર કરતા જોવા મળે છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના હુડલી ગામ નજીકથી સિંહોના એક મોટા ટોળાનો અદભૂત વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.


અવેડા પર સાત સાવજોની મહેફિલ

હુડલી ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડીમાં સિંહોનું આખું ટોળું તરસ છીપાવવા માટે પહોંચ્યું હતું. સામાન્ય રીતે સિંહ એકલા અથવા બે-ત્રણના ગ્રૂપમાં જોવા મળતા હોય છે, પરંતુ અહીં એકસાથે 7 સિંહોનું ટોળું વાડીના પાણીના અવેડા પર પાણી પીતા જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને "સિંહના ટોળા ન હોય" તેવી લોકપ્રિય કહેવત પણ અહીં ખોટી સાબિત થતી જણાય છે.

વીડિયો થયો વાયરલ

વાડીમાં પાણી પીતા સિંહોના આ મનોહર અને શક્તિશાળી દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સાતેય સિંહો ખૂબ જ શાંતિથી અવેડા પર પાણી પી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેતરોમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતોમાં ફફડાટ પણ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: Surat: કાર નેહરમાં ખાબકતા મચી ચીસાચીસ, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ચાર લોકોને બચાવ્યા

  • Follow us on: