વડિયા શહેરમાં આવેલ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં ઊભેલી એક બાઇકના આગળના ભાગમાં કાળોતરો (ઝેરી કોબ્રા) સાપ ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ, સ્થાનિકો અને સારવાર લઈ રહેલા દર્દીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્ટેરિંગ અને હેડલાઇટની અંદર ગોઠવાયો હતો સાપ
મળતી વિગતો અનુસાર, એક બાઇક ચાલક પોતાની મોટરસાયકલ પાર્કિંગમાં મૂકીને હોસ્પિટલની અંદર ગયો હતો. આ દરમિયાન જંગલ કે નજીકના અવાવરુ વિસ્તારમાંથી સરકીને એક મોટો કોબ્રા સાપ બાઇક પર ચડી ગયો હતો. સાપ પલભરમાં જ બાઇકના સ્ટેરિંગ અને હેડલાઇટની વચ્ચે આવેલા પ્લાસ્ટિકના ખાંચાવાળા ભાગમાં અંદર ઉતરીને ગોઠવાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતા જ ત્યાં ટોળું વળ્યું હતું અને ભય વ્યાપી ગયો હતો.
