આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આજે એક યુવકે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને રેલ્વે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
ભાલેજ ઓવરબ્રિજ પાસે યુવકનો આપઘાત
મળતી માહિતી મુજબ, ભાલેજ ઓવરબ્રિજથી આશરે 100 મીટર દૂર રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલા બાવળના ઝાડ સાથે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતકની ઓળખ ઝારખંડના વતની સંજય સરદાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવાન નજીકમાં ચાલી રહેલા રેલ્વે ગરનાળાના બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો.










