આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા પાસે થોડા દિવસો પૂર્વે જિલ્લા પંચાયતના સભ્ય પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલા આ હુમલાના કેસમાં પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અશોક મહિડા પર થયો હતો ખૂની હુમલો

ઘટનાની વિગત મુજબ, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય અશોક મહિડા જ્યારે ઉમેટા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો થયો હતો. રાજકીય અગ્રણી પર થયેલા આ હુમલાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

LCB નો સપાટો

આ કેસની તપાસ કરી રહેલી LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હુમલામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આ હુમલો જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

આજે પોલીસ કાફલા સાથે આરોપીઓને ઉમેટા ચોકડી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હુમલાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો તે અંગેની કડીઓ મેળવવા પોલીસે સ્થળ તપાસ કરી હતી. આ કાર્યવાહી જોવા માટે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 


આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન