પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ હવે સૌની નજર એક જ સવાલ પર ટકેલી છે કે બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'બ્રાન્ડ મોદી' મેજિક અને અમિત શાહની વ્યૂહરચનાએ બંગાળમાં કમળ તો ખીલવી દીધું, પણ હવે મુખ્યમંત્રીની ખુરશી માટે અનેક દિગ્ગજો રેસમાં છે.
કોઈ 'બંગાળી' જ રાજ્યની કમાન સંભાળશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધા બાદ હવે મુખ્યમંત્રી પદ માટે મંથન શરૂ થયું છે. અમિત શાહે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ 'બંગાળી' જ રાજ્યની કમાન સંભાળશે. આ રેસમાં મહિલા સુરક્ષાના મુદ્દાને જોતા ભાજપ મહિલા મુખ્યમંત્રી પર દાવ ખેલે તેવી પણ પ્રબળ શક્યતા છે.













