ભારતના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આણંદ સ્ટેશન વિશે મહત્વની વિગતો શેર કરી છે. 'શ્વેત ક્રાંતિ'ની નગરી તરીકે ઓળખાતા આણંદમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન સ્થાપત્ય અને આધુનિકતાનો અદભૂત નમૂનો બનવા જઈ રહ્યું છે. આ સ્ટેશનની વિશેષતા એ છે કે તેની સમગ્ર ડિઝાઇન 'દૂધના ટીંપા' થી પ્રેરિત છે, જે શહેરની આગવી ઓળખને ઉજાગર કરશે.


અદભૂત આર્કિટેક્ચર અને વિશાળ વિસ્તાર

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન કુલ 44,073 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હશે. સ્ટેશનની ઊંચાઈ 25.6 મીટર રાખવામાં આવી છે અને તે ત્રણ માળનું ભવ્ય માળખું ધરાવશે. આ સ્ટેશન પર બે સાઈડ પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુસાફરોની અવરજવરને સરળ બનાવશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશન

સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે માટે 'સ્કાઇલાઇટ'ની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે કાર, ઓટો અને બસ માટે અલગથી પિક-અપ અને ડ્રોપ ઝોન બનાવવામાં આવશે. મુસાફરોને પોતાના વાહનો રાખવા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હશે. આ સ્ટેશન માત્ર પરિવહનનું કેન્દ્ર જ નહીં, પરંતુ આણંદની નવી ઓળખ તરીકે ઉભરી આવશે.


આ પણ વાંચો----     Local Body Elections 2026 : મનસુખ વસાવા લાલઘૂમ, તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું, ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી

  • Follow us on: