આણંદના બોરસદમાં ધોરણ 8ના 2 વિદ્યાર્થીઓએ દુષ્કૃત્ય કર્યાની ફરિયાદ ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, ધો. 6ના વિદ્યાર્થીને ધમકી આપી કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, તો વિધાર્થીને દુખાવો થતા સમગ્ર મામલો બહાર આવ્યો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, બાળકના માતા-પિતાનું પણ નિવેદન લીધુ છે.
વિદ્યાર્થીને અસહ્ય દુઃખાવો થતા મામલો બહાર આવ્યો
સગીર વિદ્યાર્થીએ ભાદરણ પોલીસ મથકે આપી ફરિયાદ અને 2 વિદ્યાર્થીઓ સામે જુવેનાઈલ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ભાદરણની વિદ્યાલયમાં ધો.૮ના બે વિધાર્થીઓએ ધો.૬ના વિધાર્થીને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, વિધાર્થીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
