તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનો “એક ભારત”ના સાચા દીપવાહક છે અને સરદાર પટેલે દર્શાવેલી રાષ્ટ્રીય એકતા આજે પણ દેશના દરેક નાગરિકને પ્રેરિત કરે છે. વડોદરામાં માર્ચના આગમન સમયે આરાણા લૉન્સ, સેવાસીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.”

પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હતી

જેમાં વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગીદાર થઈ હતી. યાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. MY Bharatના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં દેશના 620થી વધુ જિલ્લાઓ અને 440 લોકસભા વિસ્તારોમાં 1,514 પદયાત્રાઓ યોજાઈ છે, જેમાં 15 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે અને કુલ 10,007 કિમીના રસ્તાઓથી પસાર થઈ છે. વડોદરામાં યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં “વિઠ્ઠલભાઈ – મણિબેન – સરદાર” થીમ પર આધારિત સરદાર ગાથા સાથે ગ્રામસભા, નૃત્ય નાટિકા અને ભજન સંધ્યા જેવી સાંસ્કૃતિક રજૂઆતો યોજાઈ હતી.

સાંસદો અને ધારાસભ્યો રહ્યાં હાજર

આ અવસરે અનેક માનનીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં ડૉ. મન્સુખ માંડવિયા – કેન્દ્રીય યુવા અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી, અજય ટમ્ટા – કેન્દ્રીય રાજ્ય મંત્રી, શીશપાલ રાજપૂત –ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન; ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, વિજયભાઈ પટેલ; સાંસદ હેમાંગ જોશી, જશુભાઈ રાઠવા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન સહિતના આગેવાનો સામેલ થયા હતા.

આ પણ વાંચો : પોલીસ પંચાત : એરપોર્ટ પાલીસ નજીકના પોલીસ મથકના વહિવટદારના 'દો હાથે પાંચ વહિવટ' નો કારભાર, રિવરફ્રન્ટ પર લવરિયાઓ માટે છે કે પરિવાર માટે ?