ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાનો મોટો દાવ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનો ગઢ ગણાય છે, ત્યાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે અતૂટ નાતો ધરાવતા અને APMCના ડિરેક્ટર નગીનભાઈ સોલંકીએ આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે.

200થી વધુ કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો

નગીનભાઈ સોલંકી એકલા નહીં, પરંતુ તેમની સાથે 200થી વધુ સમર્થકો અને સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ સામૂહિક પક્ષપલટાથી આંકલાવ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે.

નારાજગી બની પક્ષ છોડવાનું કારણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, નગીનભાઈ સોલંકી છેલ્લા ઘણા સમયથી પક્ષની આંતરિક ખેંચતાણ અને નેતૃત્વની કાર્યપદ્ધતિથી નારાજ હતા. 25 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ આખરે તેમણે કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યો છે. આ પ્રસંગે ભાજપના સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, નગીનભાઈના આવવાથી આ વિસ્તારમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: Porbandar: એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત