પોરબંદરના એરપોર્ટ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ સામસામે અથડાતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના ફુરચા ઊડી ગયા હતા.
બે બાઇકો વચ્ચે જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, પોરબંદર એરપોર્ટ નજીકના માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલી બે બાઇકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
