આણંદ શહેરમાંથી મોબાઈલ યુઝર્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક રહેણાંક મકાનમાં પલંગ પર રાખેલા મોબાઈલ ફોનમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે પરિવારના સભ્યો રૂમમાં હાજર હતા.

બ્લાસ્ટ બાદ લાગી આગ

મળતી માહિતી મુજબ, પલંગ પર મૂકવામાં આવેલો વિવો કંપનીનો સ્માર્ટફોન કોઈ પણ કારણ વિના અચાનક ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેના કારણે પલંગની ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

સદનસીબે મોટી જાનહાનિ ટળી

સામાન્ય રીતે લોકો મોબાઈલ ફોન ઓશિકા પાસે કે પલંગ પર રાખીને સૂતા હોય છે. આ કિસ્સામાં પણ મોબાઈલ પલંગ પર જ હતો, પરંતુ સદભાગ્યે જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે કોઈ વ્યક્તિ ફોનની એકદમ નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો ફોન કોઈના હાથમાં કે ચહેરા પાસે હોત તો ગંભીર ઇજા થઈ શકી હોત.

આ પણ વાંચો: Kheda: કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, પતિ-પત્ની અને બે માસૂમ બાળકીઓના મોત