કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આણંદ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના જાણીતા એકમો પર અચાનક આકસ્મિક ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


જાણીતા એકમોમાં સ્વચ્છતાનો સરેઆમ અભાવ

આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારીઓએ કીચન, સ્ટોરેજ એરિયા અને ગ્રાહકોના બેસવાની જગ્યા પર હાઈજીનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ શહેરની જાણીતી લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ, સર્વોદય આઈસ્ક્રીમ અને મસ્તી લસ્સી સેન્ટર જેવા મોટા એકમોમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જે કારણે અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા હતા.

ત્રણ એકમો પાસેથી રૂ. 43 હજારનો દંડ વસૂલાયો

આણંદ આરોગ્ય વિભાગે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ ત્રણેય એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરીને કુલ રૂ. 43,000 નો દંડ ફટકાર્યો છે. જેમાં નિયમોના મોટા ભંગ બદલ લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટને રૂ. 22 હજારનો દંડ, જ્યારે સર્વોદય આઈસ્ક્રીમને રૂ. 20 હજારનો ભારે દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્તી લસ્સી સેન્ટર પાસેથી પણ નિયમભંગ બદલ રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે કડક સૂચના

આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવા માટે ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. તંત્ર દ્વારા તમામ ખાણીપીણીના એકમોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતાના રસોડા અને આસપાસના પરિસરમાં હાઈજીન અને સ્વચ્છતા જાળવે. જો એવું કરવામાં કોઈપણ જાતની તૃટિ જણાશે તો એકમો સીલ કરવા સુધીની આકરા કાયદાકીય પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો - Anand News: એકસાથે 18 PIની આંતરિક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ!


  • Follow us on: