આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે એક ખૂબ જ મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જી. જી.જસાણી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 18 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની એકસાથે આંતરિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.


મહત્વના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ બદલાયા

પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં જિલ્લાના અનેક મહત્વના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશનોના પીઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં આણંદ ગ્રામ્ય, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ તેમજ ખંભાત પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ મહત્વના સ્ટેશનો પર હવે નવા પોલીસ ઇન્સ્પેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે.

વિવિધ શાખાઓમાં પણ નવી નિમણૂકો

માત્ર પોલીસ સ્ટેશનો જ નહીં, પરંતુ જિલ્લા પોલીસની વિવિધ મહત્વની શાખાઓમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા છે. પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર મહિલા પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જેવી અતિ મહત્વની શાખાઓના પીઆઈની પણ બદલી કરીને ત્યાં નવા અધિકારીઓની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે.

પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ

વહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને આખરી ઓપ આપવા માટે કરવામાં આવેલી આ સામૂહિક બદલીઓને પગલે સમગ્ર આણંદ જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. એસપી જીજી જસાણીએ તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા સ્થાને ચાર્જ સંભાળી લેવા માટે કડક સૂચના આપી દીધી છે.


આ પણ વાંચો - Anand News: અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો


  • Follow us on: