ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આણંદ જિલ્લામાં પણ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આચારસંહિતાના અમલની સાથે જ સબંધતી વિસ્તારમાંથી જાહેર અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ

ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાંથી કુલ ૩૨૯ જેટલી પ્રચારાત્મક સામગ્રી જાહેર અને ખાનગી મિલકતો પરથી હટાવી દેવામાં આવી છે.આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાંથી જાહેર મિલકતો પરથી ૪૯ ભીંત લખાણ, ૧૨૩ પોસ્ટર અને ૭૬ બેનર મળી કુલ ૨૪૮ જેટલી પ્રચારાત્મક સામગ્રી તથા ખાનગી મિલકતો પરથી ૩૯ પોસ્ટર, ૩૫ બેનર્સ અને ૦૭ અન્ય સામગ્રી મળી કુલ ૮૧ જેટલી પ્રચારાત્મક સામગ્રીઓને દૂર કરવામાં આવ્યા હોવાનું એમ.સી.સી.ના નોડલ અધિકારી અને આણંદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયુ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ચૂંટણી પહેલા આ જિલ્લામાં સીધો ફાયદો થશે


  • Follow us on: